એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોંબની ધમકી, યુકેએ યુદ્ધવિમાન ઉડાડ્યાં

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોંબની ધમકી, યુકેએ યુદ્ધવિમાન ઉડાડ્યાં

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોંબની ધમકી, યુકેએ યુદ્ધવિમાન ઉડાડ્યાં

Blog Article

એર ઇન્ડિયાની મુંબઈ-લંડન ફ્લાઇટમાં બોંબની ધમકીને પગલે એલર્ટ બનેલા બ્રિટનના રોયલ એરફોર્સે ગુરુવાર, 17 ઓક્ટોબરે વિમાનને અટકાવવા માટે એક ટાયફૂન યુદ્ધવિમાન ઉડાડ્યું હતું. જોકે આ ફ્લાઇટનું પછીથી લંડનમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુંબઈ-લંડનની ફ્લાઇટમાં બોંબની ધમકી મળી હતી. રોયલ એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે RAF ક્વિક રિએક્શન એલર્ટ ટાયફૂન ફાઇટર એરક્રાફ્ટે બપોરે એક નાગરિક વિમાનની તપાસ કરવા માટે ઉડાન ભરી હતી. જોકે કોઇ ખતરો ન હોવાનું જણાયા પછી વિમાનને તેના મૂળ ગંતવ્ય પર જવા દેવામાં આવ્યું હતું. આ ઘટના હવે નાગરિક સત્તાવાળાઓના નિયંત્રણ હેઠળ છે.

ઇંગ્લેન્ડના પૂર્વ એંગ્લિયા પ્રદેશમાં જોરદાર ધડાકા જેવો અવાજ સંભાળ્યો હતો, કારણ કે વિમાને સુપરસોનિક ઝડપે ઉડાન ભરી હતી. નોર્ફોક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પોલીસ પુષ્ટિ કરી શકે છે કે આજે બપોરે (17 ઓક્ટોબર) કાઉન્ટીના રહેવાસીઓ દ્વારા સાંભળવામાં આવેલો મોટો અવાજ RAF એરક્રાફ્ટ દ્વારા ઉત્પાદિત સોનિક બૂમ હતો, અને વિસ્ફોટ નથી,

Report this page